Tuesday, April 9, 2013

સંયુક્ત કુટુંબ

વિવાદ નો માંદ્પુન્ડો આજે છેડવા ની ઇચ્ષા થઇ , મુદ્દો છે "સંયુક્ત કુટુંબ" નો .
મને એના ફાયદા કરતા નુકસાન વધારે દેખાય છે.

૧. જવાબદારી નો અભાવ ઘણા સબ્યો માં જોવા મળે. એક ને ખબર હોય કે આ કામ બીજા કરશે એટકે એક એ કામ કોઈ દિવસ કરવા ની તકલીફ નહિ લે અને લે નહિ એટલે સીખે નહિ. જીવન નીકળી જાય એમાં ને એમાં .

૨. બાળકો નો વિકાસ અટકે : કોઈ એક નવીન કાર્ય કરવા એક થી વધારે લોકો ની મંજુરી લો અને નાં મળે તો બાળક બિચારું નવી વસ્તુ નો પ્રયત્ન નહિ કરે. એમાં જો કાર્ય નવીન તકનીક નો હોય તો આઈ બની .

૩. એક નું બીજા પર આધાર : મારા માનવા પ્રમાણે સંયુક્ત કુટુંબ માં સૌથી વધારે ફાયદો નિર્બળ અને નિરુત્સાહી સભ્ય ને થાય છે જયારે ઉત્સાહી અને પ્રબળ વ્યક્તિ સારું કરવા છત્તા જોઈતી ગતિએ દોડી શકતો નથી

મારા વિધાનો કોઈ ને દુખ પહુચડી શકે , એની માટે માફી માંગી લઉં છું.

મંતવ્યો આવકાર્ય છે.

No comments:

Post a Comment

Leave your suggestions to make this place better.